Skip to main content

માઇક્રોસોફ્ટની નવી એપ.Microsoft's new app

Microsoft's new app

આખી દુનિયા પીસી કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં કામ કરવા ટેવાયેલી છે . અને પોતાના સ્માર્ટફોન – મોટા ભાગે એન્ડ્રોઇડ - માં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરે છે !

તમે પણ આવા અસંખ્ય લોકોમાંના એક હો , તો તમે તમારા પોતાના સ્માર્ટફોનમાં જીમેઇલમાં , તમે મોકલેલી ફાઇલવાળો મેઇલ ઓપન કરી , તેમાંના એટેચમેન્ટને ગૂગલ ડ્રાઇવમાં ઓપન કરી , જોઈતા ફેરફાર કરીને પેલી વ્યક્તિને નવી ફાઇલ મોકલી આપો એવું થઈ શકે .

 પરંતુ તમે અનુભવ્યું હશે કે આ બહુ કડાકૂટવાળું કામ છે . એટલે જ આખી દુનિયા ધીમે ધીમે ક્લાઉડ કયૂટિંગ તરફ વળી રહી છે . ગૂગલ ડ્રાઇવની સાથોસાથ ફોનમાં ડોક્સ , શીટ્સ અને સ્લાઇડ્રેસ એપ પણ ઇન્સ્ટોલ કરી લો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસના ત્રણેય મુખ્ય પ્રોગ્રામ આપણને કાયમ હાથવગા રહે ,

 ડ્રાઇવમાં સેવ કરેલી ફાઇલ્સ તમે ગમે તે પીસીમાં પણ ઓપન અને એડિટ કરી શકો , ચાહો તો બીજા લોકો સાથે એ ફાઇલ શેર કરીને , એક જ ફાઇલમાં એક સાથે એકથી વધુ લોકો પણ કામ કરી શકો .

App link....
https://play.google.com/store/apps/details?id=com.microsoft.office.outlook



પીસીમાં એમએસ ઓફિસમાં જ કામકરવા ટેવાયેલા લોકો માટે આ એપ ઘણી ઉપયોગી છે 

આમ ગૂગલ ડ્રાઇવને કારણે ઓફિસ | પ્રોગ્રામ્સ પરનો માઇક્રોસોફ્ટનો ઇજારો તૂટી રહ્યો છે . અલબત્ત , ગૂગલનો સામનો કરવા માટે માઇક્રોસોફ્ટ ગૂગલ ડ્રાઇવ જેવી જ વન ડ્રાઇવ અને ઓફિસ 365 નામે ઓનલાઇન ઓફિસ પ્રોગ્રામ્સ લોન્ચ કર્યા છે .

હવે વધુ જોશથી ગૂગલનો સામનો કરવા માટે માઇક્રોસોફ્ટ સ્માર્ટફોન માટે Microsofી Office Word , Excel , PowerPoint , more નામે એક નવી એપ લોન્ચ કરી છે . આ લખાઈ રહ્યું છે ત્યારે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે તેનો પ્રીવ્યુ લોન્ચ થઈ ગયો છે.

 તમે જાણતા જ હશો કે આ પહેલાં માઇક્રોસોફ્ટ વર્ડ , એક્સેલ અને પાવરપોઇન્ટની અલગ અલગ એપ્સ આપી જ છે , પણ આ નવી એપમાં , એ ત્રણેય એપ અને બીજું ઘણું એક સામટું આપી દીધુ છે . માઇક્રોસોફ્ટ તેના ઓફિસ પ્રોગ્રામ્સનાં બિલકુલ નવાં વર્ઝન્સમાં જે રોમાંચક ફીચર્સ ઉમેરી રહી છે , તેનો આ એપમાં ઉપયોગ કરી શકાય છે .

 જેમ કે , તમે કોઈ પણ ટાઇપ થયેલ લખાણનો ફોટોગ્રાફ લઈને ફક્ત એક ક્લિકમાં , એ લખાણને એડિટેબલ વર્ડ ફાઈલમાં ફેરવી શકો છો . . આ લખનારના ટેસ્ટિંગમાં , ઇંગ્લિશ લખાણમાં આ એપ ગૂગલ કરતાં ચઢિયાતું પરિણામ આપે , પણ ગુજરાતી લખાણમાં એપ ગૂંચવાઈ ગઈ ગૂગલ - ગુજરાતી કે અન્ય ભાષામાં પણ આ સુવિધા આપે છે – આપણે થોડી મથામણ કરવી પડે ! ) .

એ જ રીતે એક્સેલમાં , કોઈ પણ ટાઇન્ડ ટેબલનો ફોટોગ્રાફ લઈને તેને એડિટેબલ એક્સેલ ટેબલમાં ફેરવી શકાય છે ( અલબત્ત , ટેસ્ટિંગમાં આમાં હજી ઘણી કચાશ લાગી ) , a તેમ છતાં , માઇક્રોસોફ્ટની આ એપ ચોક્કસપણે , ખાસ્સી પ્રોમિસિંગ છે

Comments