અયોધ્યાની શાંતિની ફોર્મ્યુલા શું છે ?
- એક દિવસ હતો , જ્યારે યુપી પોલીસ ગોળીને બદલે મોંઢાથી ધાય - ધોય કરતી દેખાઇ હતી . હવે અયોધ્યા અંગે સૌથી મોટા ચુકાદા બાળ ને જ પોલીસે સાયબર દેખરેખનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું .
- આશરે 130 લોકોની ટીમે યુપીના 75 જિલ્લાની 15 - 20 દિવસ દેખરેખ રાખી
- પોલીસ વડામથક અને અયોધ્યામાં 40 લોકોની બે વિશેષટીમ બની
- હેશટેગ અયોધ્યા જેવા શબ્દો પર ઉત્તર પ્રદેશ પોલીસે દેખરેખ રાખી
- ગત વર્ષે ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશ પોલીસની એ સમય બહુ બદનામી થઈ જ્યારે એક અથડામણમાં બંદૂક ચાલતા મોંઢામાંથી ધાંય - ધાંયનો અવાજ કાઢ્યો હતો તેના આશરે એક વર્ષ બાદ દેશના સૌથી મોટા અને સંવેદનશીલ અયોધ્યા ચુકાદા બાદ હવે યુપી પોલીસના બહુ વખાણ થઇ રહ્યા છે . કારણ સાયબર દેખરેખનું અહીં પોલીસે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે . અયોધ્યા ચુકાદાના આશરે 15 - 20 દિવસ પહેલાંથી સાયબર પોલીસે સોશિયલ મીડિયાની સઘન દેખરેખ કરી , જેના કારણે હિંસાની એક પણ ઘટના ન બની . રાજ્યમાં ડીજીપી ઓપી સિંહ કહે છે કે અમે સમગ્ર યુપીના 17 સંવેદનશીલ જિલ્લામાં શાંતિ સમિતિની બેઠક કરી .
- અધિકારીઓ દ્વારા કેમ્પ કરીને લોકોને સમજાવ્યા કે ચુકાદાને લીધે કોઇ પણ પ્રકારે સાંપ્રદાયિક સૌહાર્દ બગડે નહીં . તેમણે જણાવ્યું કે આ દરમિયાન 10 હજાર લોકોને નક્કી કરાયો હતો કે તેઓ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવામાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરે . જ્યારે આઇજી ( લો એન્ડ ઓર્ડર , યુપી ) પ્રવીણકુમારે કહ્યું કે અયોધ્યા ચુકાદા અંગે અમે તમામ જિલ્લામાં સોશિયલ મીડિયા પર દેખરેખ માટે આશરે 130 પોલીસકર્મીઓની ટીમ તૈયાર કરાઇ હતી . જ્યારે પોલીસ વડામથક અને અયોધ્યા જિલ્લામાં બે ટીમો બનાવાઇ હતી , જે સંપૂર્ણ રાજ્યમાંથી મળી રહેલી ફરિયાદો અને તેના પર કાર્યવાહી માટે કામ કરી રહી હતી . તેમાં આશરે 40 પોલીસ કર્મી સામેલ હતા . સોશિયલ એકાઉન્ટ્સ પર બાજ નજર રાખવામાં આવી .
Comments
Post a Comment