અભિગમને ઓળખવાની સુંદર વાત . . .
રૂબાઈ
સૌદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ , સ્વભાવના બંધનનો નથી કોઈ ઈલાજ ; સમજી લે કે મોઘમ છે ઈશારા એના , ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ ! મંજુર નથી આંખને ઇષની નજર , બીજાની ખુશીમાં મળે બીજાની નજર ; દે એવી નજર , હોય છે જેવી ઓ પ્રભુ , બેટાને દુલ્હો જોતી વખત માની નજર . જીવનમાં કંઈ એવી પ્રતિભા આવે , સત્કારવા સામે બધા રસ્તા આવે ચાલું તો જમાનાનો મને સાથ મળે , થીજું તો મહોબ્બત મને લેવા આવે . તે નક્કી કરેલી છે તે ઢબથી આવ્યા , તું ચાહતો તો તારી તલબથી આવ્યા ; જીવનને લઈને આ જગતની અંદર , બે હાથ અમે વાળી અદબથી આવ્યા . . .
Comments
Post a Comment